વિકસિત ભારત @ 2047: શાસન અને આર્થિક વિકાસ પર ચિંતન શિબિરમાં માર્ગદર્શન
Live TV
-
કેન્દ્ર સરકારના કેબિનેટ સેક્રેટરી ટી.વી. સોમનાથન.ભારતના આર્થિક વિકાસ અને સુશાસન (Good Governance) માટેની વ્યૂહરચનાઓ.
શ્રી સોમનાથને જણાવ્યું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ (લોકઇચ્છા) અને અધિકારીઓ (નિયમ-પ્રક્રિયા) વચ્ચેનો સમન્વય રાષ્ટ્રના વિકાસ અને જાહેર વહીવટને સરળ, સુગમ અને પ્રજા કેન્દ્રી બનાવે છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના ઉચ્ચ અધિકારીઓએ આ સેશનમાં ભાગ લીધો.દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ ધપાવવા કેન્દ્ર સરકાર સક્રિય છે.ભારતનું ફોરેક્સ રિઝર્વ મજબૂત છે, મોંઘવારી નિયંત્રણમાં છે અને રોજગાર સર્જનમાં વૃદ્ધિ થઈ રહી છે. રાજકોષીય સ્થિતિ સ્થિર છે.
આર્થિક વિકાસ, ઉદ્યોગોને પ્રોત્સાહન અને સરળ વ્યાપારી માહોલ માટે નીતિગત પ્રયત્નો ચાલી રહ્યા છે, જેમાં ટેક્સ વિભાગો દ્વારા થતી બિનજરૂરી હેરાનગતિમાં સુધારો લાવવા પર ભાર મૂકાયો છે.છેલ્લા 10-12 વર્ષમાં કરોડો લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યા છે. PM આવાસ, સ્વચ્છતા અભિયાન અને સામાજિક સુરક્ષા યોજનાઓ નાગરિક સુખાકારી આધારિત નીતિઓના પરિણામો છે.દેશમાં IIT, IIM, મેડિકલ અને નર્સિંગ કોલેજોની સ્થાપનાથી નવયુવાનો માટે રોજગારી અને સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ઊભી કરવાના અપાર અવસરો ઊભા થયા છે, જે વિકાસનો મજબૂત પાયો છે.તેમણે ગુજરાત સરકારની આ 'ચિંતન શિબિર'ની પહેલને અનુકરણીય ગણાવી અને અભિનંદન પાઠવ્યા.શ્રી સોમનાથને વિશ્વાસ વ્યક્ત કર્યો કે, સુધારેલી શાસનવ્યવસ્થા અને ગાઢ સમન્વયથી ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય ચોક્કસ હાંસલ કરશે.
