Skip to main content
Settings Settings for Dark

વિદેશના શિક્ષણમંત્રીઓએ 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' અને 'મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ' અંગે જાણકારી મેળવી

Live TV

X
  • ગુજરાત સરકારનું શિક્ષણલક્ષી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ' અને 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'. આ અંગે વિગતવાર જાણકારી મેળવવા વર્લ્ડ બેંકની ટીમ અને 13 દેશના શિક્ષણમંત્રીઓ ગાંધીનગરની મુલાકાતે આવ્યા છે. જેને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત મુલાકાતે આવેલા વિદેશી પ્રતિનિધીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આ પ્રતિનિધિમંડળને 'મિશન સ્કુલ્સ ઓફ એક્સેલેન્સ' અને 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર' અંગે તલસ્પર્શી માહિતી આપી હતી. આ  મુલાકાત બેઠકના અનુભવને તેમણે ખૂબ હર્ષપૂર્ણ  અનુભવ વર્ણવ્યો હતો. 

    વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં એક જ સ્થળેથી રાજ્યભરની હજારો સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી, સ્કુલ એડમિનિસ્ટ્રેશન, ગુણોત્સવ સહિતના વિવિધ પાસાઓ અને ડેટાનું રીઅલ ટાઈમ મોનિટરીંગ કરવામાં આવે છે. જે થકી વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોને ઘણો લાભ મળી રહ્યો છે, તેમજ રાજ્યની શૈક્ષણિક પ્રવૃત્તિઓ વધુ ગુણવત્તાસભર બની છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર સફળતાથી આ વિદેશી પ્રતિનિધિમંડળ પ્રભાવિત થયું હતું. અને વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવું મોડલ તેમના દેશમાં વિકસાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટેની તત્પરતા દર્શાવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply