વિદ્યાનગર - સરદાર પટેલ યુનિવર્સિટીનો ગુરૂવારે 60મો પદવીદાન સમારંભ યોજાયો
Live TV
-
વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ જીતીને શિક્ષણમાં હવે યુવતીઓ જ અગ્રસર બની રહી હોવાનો પુરાવો આપ્યો
વલ્લભવિદ્યાનગર - સરદાર પટેલ યુનિવર્સિટીનો ગુરૂવારે 60મો પદવીદાન સમારંભ હ્યુમીનીટીઝ બિલ્ડીંગ ખાતે યોજાયો હતો. આ પદવીદાન સમારંભમાં અતિથિપદે હાજર રહેલા જાણીતા વૈજ્ઞાનિક અને નેશનલ એજ્યુકેશન પોલીસીના ચેરમેન કે. કસ્તુરીરંગન તથા રાજ્યપાલ ઓ.પી. કોહલીએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. સમગ્ર સમારંભની નોંધપાત્ર બાબત એ હતી કે, સમારંભમાં કુલ 116 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. જે પૈકી 80 વિદ્યાર્થીનિઓએ જ ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યારે બાકીના ગોલ્ડ વિદ્યાર્થીઓેએ જીત્યા હતા.જોકે, વિદ્યાર્થિનીઓએ ગોલ્ડ મેડલ જીતીને શિક્ષણમાં હવે યુવતીઓ જ અગ્રસર બની રહી હોવાનો પુરાવો આપ્યો હતો. યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, 116 ગોલ્ડ મેડલ પૈકી કુલ 11 ફેકલ્ટીમેડલમાં સૌથી વધુ ગોલ્ડમેડલ સાયન્સ ફેકલ્ટીમાં 49 એનાયત થયા હતા. જ્યારે હોમિયોપેથીને એકપણ મેડલ એનાયત થયો ન્હોતો. બીજી તરફ, આર્ટસ ફેકલ્ટીને 19, એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજિને 05, કોમર્સને 07, મેનેજમેન્ટ ફેકલ્ટીને 04, લો ફેકલ્ટીને 03, એજ્યુકેશન ફેકલ્ટીને 08, હોમ સાયન્સને 06, ફાર્માસ્યુટીકલ સાયન્સને 01 અને મેડિસીન અને સર્જરી ફેકલ્ટીને 14 મેડલ એનાયત કરાયા હતા.