વિશ્વના અનેક દેશ ભારતના અંતરિક્ષ મિશનની સાથે જોડાવવા માગે છે: કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ
Live TV
-
સંસદના વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે રાજ્યસભામાં આજે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મોદી સરકારની સિદ્ધિઓ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, G-20માં વિશ્વભરના નેતાઓએ ભારતની સફળતાના વખાણ કર્યા હતા. ભારત હવે મોટામાં મોટા પડકારોનો સામનો કરી શકે છે. વિશ્વના અનેક દેશ હવે ભારતના અંતરિક્ષ મિશનની સાથે જોડાવવા માગે છે. તેમણે ઉમેર્યું કે, ચંદ્રયાન-3 મિશનની સટીકતા સારી રહી છે. ભારતના આ અંતરિક્ષ મિશનમાં મહિલા વૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહી છે.
