Skip to main content
Settings Settings for Dark

વિશ્વ સાયકલ દિવસે ધ્રાંગધ્રાની યુવા બ્રિગેડનું અનોખું સાયકલિંગ અભિયાન, 10થી 60 વર્ષના 80 લોકોનું ગ્રુપ

Live TV

X
  • આજે વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે એવા સાયકલિંગ ગ્રુપને મળીએ જેણે 1 વર્ષથી અંદર 30 હજારથી વધુ કિલોમીટર સાયકલિંગ કર્યું છે. ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો "Sunday Cycling ગ્રુપે આજરોજ ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું.

    કોરોના મહામારીએ સમગ્ર વિશ્વના લોકોને તેમના સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે. કોરોનાની આ મહામારીના સમયમાં લોકોએ વ્યક્તિગત રીતે અથવા તો ગ્રુપ બનાવીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવાના અનેક રસ્તાઓ અપનાવ્યા છે. જેમ કે, કેટલાક લોકોએ સવારે ચાલવાનું તો કેટલાકે સવારે દોડવાનું અને કેટલાકે તો યોગા અને સાયકલિંગ કરીને પોતાની ફિટનેસ પર ધ્યાન આપવાનું શરુ કર્યું છે.

    ધ્રાંગધ્રા શહેરના કેટલાક ઉત્સાહી લોકો "Sunday Cycling"ના નામથી એક મોર્નિંગ સાયકલિંગ ગ્રુપ શરૂ કર્યું. ફક્ત પાંચથી છ વ્યક્તિઓથી શરુ કરવામાં આવેલા આ ગ્રુપમાં આજે એક વર્ષના અંતે લગભગ 70થી વધુ જેટલા સભ્યો જોડાઈ ચૂક્યા છે. શરૂઆતમાં ફક્ત રવિવારના દિવસે જ સાઈકલિંગ કરતાં આ ગ્રુપમાં જેમ જેમ સભ્યોની સંખ્યા વધતી ગઈ તેમ આ ગ્રુપ દ્વારા ફક્ત રવિવારને બદલે દરરોજ સાઈકલિંગ કરવાનું શરૂ કરાયું હતું.

    ધ્રાંગધ્રા શહેરમાં સવારના પાંચ વાગ્યે સાયકલ અને પાણીની બોટલો સાથે ગ્રુપના તમામ સભ્યો નક્કી કરવામાં આવેલા મિટિંગ પોઇન્ટ પર એકત્રિત થઈ જાય અને પછી જાતે જ કેટલા કિલોમીટર અંતર કાપવું તેવો લક્ષ્ય નક્કી કરીને સાઇકલ સવારો નીકળી પડે. દરરોજના સરેરાશ 25 કિલોમીટર સાયકલિંગને અંતે છેલ્લા 12 માસમાં આ ગ્રુપે અંદાજે 30 હજાર કિલોમીટરથી પણ વધુ સાયકલિંગ કર્યું. ઉનાળાની બળબળતી ગરમી હોય, ચોમાસાનો વરસાદ હોય કે પછી શિયાળાની કાતિલ ઠંડી હોય, આમાંથી કોઈ પણ ઋતુ આ સાયકલિંગ ગ્રુપના જુસ્સાને ડગમગાવી શકી નથી.

    આ સાયકલિંગ ગ્રૂપમાં તમામ વયના લોકો સભ્ય બન્યા છે, આ સાયકલિંગ ગ્રુપમાં 10 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની વય ધરાવતા લોકો રોજ સવારે સાયકલિંગ કરવા આવે છે, તેમજ રોજ સાથે સાયકલિંગ કરતા કરતા આ ગ્રુપ હવે એક પરિવાર જેવું બની ગયું છે. આજે "વિશ્વ સાયકલ દિવસ" નિમિત્તે આ ગ્રુપના તમામ સભ્યોએ બીજા લોકોને પણ આવા ગ્રુપ બનાવવા તેમજ આવા ગ્રુપમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહેવા અનુરોધ કર્યો હતો.

    આજે આ ગ્રૂપના સભ્યો દ્વારા ધ્રાંગધ્રા શહેરના લોકોને જાગૃત કરવા માટે શહેરના વિવિધ માર્ગો પર સાયકલિંગ કર્યું હતું. જેમાં રોકડીયા હનુમાન સર્કલ થઇને સીતા દરવાજા શાક માર્કેટ, રાજકમલ ચોક, શક્તિ ચોક ગ્રીનચોક, ઝાલા રોડ જેવા માર્ગ પર સાયકલિંગ કર્યું હતું. જેમાં ગ્રૂપના સભ્યો દ્વારા જિલ્લામાં સાયકલિંગની સ્પર્ધામાં ભાગ લેનાર લોકોને મેડલ આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply