Skip to main content
Settings Settings for Dark

વિસનગરની એસપી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં 1804 પદવી એનાયત કરવામાં આવી

Live TV

X
  •  શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે

    વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા 1804 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે 33 સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની કાર્યશૈલી વિશે વિગતવાર માહિતી આપી હતી.

     શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે

    આ પદવીદાન સમારોહના અધ્યક્ષ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ આર.પી.પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણથી રાષ્ટ્ર નિર્માણનું સ્વપ્ન જોનાર સાંકળચંદ પટેલે શિક્ષણનું જે બીજ રોપ્યું હતું તે આજે યુનિવર્સિટી રૂપી વટવૃક્ષ બની ગયું છે, જે શિક્ષણ જગતમાં અનેરૂ સ્થાન ધરાવે છે. અહીંથી અનેક વિદ્યાર્થીઓએ પદવી મેળવી ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે શિક્ષિતથી દીક્ષિત થવાના અને કરિયર બનાવવાના આ પ્રયાસ પડકાર જનક રહેશે પણ તમે કરેલી અથાગ મહેનત આ પ્રયાણને વધુ સફળતાપૂર્વક સાકાર કરવામાં મદદરૂપ થશે. સફળતાની તકો હંમેશા મહેનતમાં છુપાયેલી હોય છે, એટલા માટે મહેનત કરવી જરૂરી છે તેમજ વિદ્યાર્થીઓને રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. 

    આ યુનિવર્સિટીમાં 14 અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે

    આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ટેકનોલોજીના યુગમાં વિદ્યાર્થીઓને કદમથી કદમ મિલાવી પ્રધાનમંત્રીના 2047 માં વિકસિત ભારતના સંકલ્પને પરીપૂર્ણ કરવા માટે યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ જણાવ્યું હતું કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટીએ ખૂબ જ ટૂંકા ગાળામાં વિશાળ વટ વૃક્ષ બન્યું છે. આ યુનિવર્સિટીમાં 14 અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે. નુતન મેડિકલ હોસ્પિટલને આધુનિક મશીનોથી સજજ છે, જે આરોગ્યની સારી સુવિધા આપી રહી છે. સમગ્ર ગુજરાતમાં વ્હીલ ચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન પણ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. પરિમલ ત્રિવેદી, નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચંદ્રકાંતભાઈ પટેલ, IMA ના ડૉ. અનિલ નાયક, અગ્રણી દુષ્યંતભાઈ પટેલ, યુનિવર્સિટીના ડીન, સંસ્થાના ટ્રસ્ટીઓ, આમંત્રિત મહેમાનો સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-12-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-12-2024 Max Temp : °C Min Temp : °C
apply