શૌર્ય સભામાં લોકોએ અનેરી રીતે પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાને ઉજાગર કરી
Live TV
-
પ્લે કાર્ડના માધ્યમથી વડાપ્રધાનના વિઝન અને વિકસિત ભારતના સંકલ્પનો પ્રેરક સંદેશ પણ પ્રસરાવ્યો. લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાનને આગમનને પ્રેરક પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યું.
સોમનાથ સ્વાભિમાન પર્વમાં આયોજિત શૌર્ય સભામાં લોકોએ 'શાશ્વત અને અવિનાશી સોમનાથ', ' અખંડ ભારત -અંખડ સોમનાથ', ' શૌર્ય અને સાહસની ગાથા', 'સંકલ્પ અને સ્વાભિમાનની ગાથા', લોખંડી પુરુષની સંકલ્પ ગાથા' 'આસ્થા અમર છે' જેવા સંદેશ આપતા પ્લે કાર્ડ દર્શાવી ભારતીય અસ્મિતાના પ્રતિકરૂપ સોમનાથની ગાથાના ઉજાગર કરી હતી.
આ ઉપરાંત આધુનિક ભારતની નેમને ચરિતાર્થ કરતા 'વિકસિત ભારત - ૨૦૪૭', ' સર્વજન હિતાય- સર્વજન સુખાય', ' આત્મનિર્ભર યુવા અને આત્મનિર્ભર ભારત', ' મારી ધરતી - મારી પ્રોડક્ટ' સહિતના પ્લે કાર્ડ દ્વારા વડાપ્રધાનના વિઝનને ઉજાગર કરતા આ પ્લે કાર્ડે દ્વારા પ્રેરક સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. આ શૌર્યસભામાં ઉપસ્થિત લોકોએ પોતાના પ્રિય નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આગમનને આ પ્લે કાર્ડ ઊંચા કરી વધાવ્યા હતા.
