સમૂહ લગ્નના વિચારના કારણે પિતાની દીકરી પરણાવવાની ચિંતા સમાજની ચિંતા બને છે : CM રૂપાણી
Live TV
-
નિકોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમૂહ લગ્ન ઉત્સવમાં કરી આવી વાત
અમદાવાદના નિકોલ ખાતે આયોજિત સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમૂહ લગ્ન ઉત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સમૂહ લગ્ન એ એક ઉત્તમ વિચાર છે અને આ વિચારના કારણે પિતાની દીકરી પરણાવવાની ચિંતા સમાજની ચિંતા બને છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદબોધનમા કહ્યું કે, સમૂહ લગ્નથી ખર્ચ ઓછો થાય છે અને તેમાંથી થતી બચતનો ઉપયોગ ભાવિ પેઢીના શિક્ષણ માટે થવો જોઈએ. આ અવસરે તેમણે લોકોને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાજિક કાર્યોમાં હંમેશા ઉદારતાપૂર્વક સહયોગ આપતી રહી છે અને આપતી રહેશે. મુખ્યમંત્રીએ સમુહ લગ્નોત્સવમાં ભાગ લેનારા નવદંપતિને આશીર્વચન પાઠવ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં એકત્રિત થયેલા ફાળાની રકમમાંથી બનનારા ભવ્ય કન્યા છાત્રાલયના વિચારને પણ વિજય રૂપાણીએ વધાવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રીયમંત્રીશ્રી પુરૂષોત્તમભાઈ રૂપાલાએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમય સાથે સમાજમા પરિવર્તન જરૂરી છે.
