Skip to main content
Settings Settings for Dark

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિવિધ જગ્યાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

Live TV

X
  • દર વર્ષે 31મી ઑક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે દેશની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને એકતાની ઉજવણી કરવા માટે જીવનના તમામ ક્ષેત્રના લોકોને નજીક લાવીને સંવાદિતા અને એકતાના મૂલ્યોને પ્રોત્સાહન આપે છે..ગુજરાતમાં સરદાર વલ્લભભાઈ પટેલના વારસાને સન્માનિત કરવા માટે, ગુજરાત સરકારે વિવિધ વય જૂથોના હજારો નાગરિકોને એકતા અને સૌહાર્દ તરફ વાળવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યભરમાં રન ફોર યુનિટીનું આયોજન કરવામા આવેલ છે.જેમાં અમદાવાદ, સરત, વડોદરા, રાજકોટ , ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે.

    ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સરદાર જયંતી નિમિત્તે શહેરના ઘ-4 વિસ્ટા ગાર્ડન ખાતે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યકક્ષાના વન વિભાગના મંત્રી, ધારાસભ્ય, ગાંધીનગર જિલ્લા કલેકટર, ગાંધીનગર મહાનગરપાલિકા કમિશનર ,ગાંધીનગર મહાનગર શહેર પ્રમુખ ,ગાંધીનગર જિલ્લા એસ.પી, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદ અધિકારીઓઅને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલે રન ફોર યુનિટીમાં ભાગ લીધો હતો.

    કેન્દ્રશાસિત પ્રદેશ સેલવાસ વહીવટી તંત્ર દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ કલેકટર અમિત કુમારે એકતા  લીલીઝંડી બતાવી દોડ ને પ્રસ્થાન કરાવ્યું હતું..રેલી શહેરના વિવિધ રાજમાર્ગ પાર ફરી એકતા દિવસ નો સંદેશો આપ્યો હતો. ઉપરાંત સેલવાસ મધ્યસ્થ જેલના કેદીઓ માટે ડ્રોઈંગ, એસે કોમ્પીટેશનની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

    સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસના સંયુકત ઉપક્રમે અખંડ ભારતના  શિલ્પી અને લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે સવારે 6-30 કલાકે  '' રાષ્ટ્રીય એકતા દોડ'' નો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ,અઠવાલાઇન્સ સુરત ખાતે રાખવામાં આવ્યો હતો. જેનો રૂટ પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઇ પાર્લે પોઇન્ટ  બ્રિજની નીચે સરગમ શોપીંગ સેન્ટરથી યુ-ટર્ન લઇ ફરી પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુઘીનો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ  ભાગ લીધો હતો. રન ફોર યુનિટીમા શહેરના મેયર દક્ષેશ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ, પોલીસ કમિશનર અજય કુમાર તોમર અને સુરત મહાનગર પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સહિત પોલીસ કર્મીઓ, પદાધિકારીઓ અને શહેરના લોકો મોટી સંખ્યામા જોડાયા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply