Skip to main content
Settings Settings for Dark

સાંસદ ધવલ પટેલે વાપીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને ફાયર સ્ટેશનની લીધી મુલાકાત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દુરંદેશી અને સશક્ત નેતૃત્વ હેઠળ ભારતે છેલ્લા 12 વર્ષોમાં વિકાસના અનેક નવા આયામો સર કર્યા છે.

    કેન્દ્ર સરકારના આ સફળ નેતૃત્વના 12 વર્ષની ઉજવણીના અવસરે આયોજિત 'પ્રગતિ પથ યાત્રા' અંતર્ગત વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ દ્વારા વાપી ખાતે વિવિધ પ્રકલ્પોની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી.આ યાત્રા અંતર્ગત સાંસદ ધવલ પટેલે વાપીના ડુંગરા ખાતે નિર્માણાધીન અત્યાધુનિક 'બુલેટ ટ્રેન પ્રોજેક્ટ'ની સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન દેશના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ અને ઝડપી વિકાસના સંકલ્પને નજીકથી નિહાળવાનો તેમજ પ્રોજેક્ટની પ્રગતિ વિશે અધિકારીઓ સાથે ચર્ચા કરી વિગતવાર માહિતી મેળવી હતી.સાંસદએ વાપી ફાયર સ્ટેશનની પણ વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અગ્નિશામક દળ (Fire Department) ની ત્વરિત કામગીરી, આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટેના આધુનિક સાધનોનું નિરીક્ષણ કર્યું હતું અને મુશ્કેલ સમયમાં ખડેપગે રહેતા ફાયર જવાનોની અદમ્ય સેવાભાવનાને બિરદાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply