Skip to main content
Settings Settings for Dark

સાઈક્લોનિકલ સર્ક્યુલેશનને કારણે કચ્છ-સૌરાષ્ટ્રમાં માવઠાંની આગાહી, તાપમાન 2 ડિગ્રી ઘટવાની સંભાવના, કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતિત

Live TV

X
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના આઠ જિલ્લામાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

    રાજ્યમાં આકરા તાપની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુરૂવાર સાંજથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય  થઈ રહ્યું છે.જેના પગલે આજે કચ્છ સહિત ભાવનગર, ગીરસોમનાથ, વલસાડ , નવસારી , સુરત, ભરુચ , આણંદના કેટલાક વિસ્તારોમાં આજે કમોસમી વરસાદની શક્યતા રહેશે. 

    હવામાન વિભાગે આગાહીને લઈ જણાવ્યુ હતુ કે, દરિયા કિનારે ચોથા અને પાંચમા દિવસે એટલે 15 અને 16 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છના ડિસકમ્ફર્ટ કન્ડિશન યથાવત રહેશે. જેના પગલે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત આગામી બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી ઘટાડો નોંધાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને પાક નુકસાની ન થાય તે માટે કૃષિ વિભાગ દ્વારા સુચના પણ આપવામાં આવી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply