Skip to main content
Settings Settings for Dark

સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નો 29 જુલાઈએ મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન

Live TV

X
  • સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નો 29 જુલાઈએ મુખ્યમંત્રી કરશે ઉદ્ઘાટન

    રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા ચોમાસાની આ ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગુજરાત સહિત દેશ-વિદેશના અનેક લોકો વર્ષાઋતુમાં જ્યારે મોટી સંખ્યામાં સાપુતારાની મુલાકાતે ઉમટી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે પણ દેશ-વિદેશના પર્યાવરણ-પ્રકૃતિ પ્રેમીઓને સાપુતારા પ્રત્યે આકર્ષિત કરવા માટે 29 જુલાઈથી સાપુતારા મેઘ મલ્હાર પર્વ 2024નું આયોજન કર્યું છે, જે એક મહિના સુધી ચાલશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવશે. 

    સાપુતારા ગિરિમથકના પ્રવાસે આવતા પ્રવાસીઓ મોટાભાગે શબરી ધામની ચોક્કસ મુલાકાત લે છે, કારણ કે આ સ્થળનો ભગવાન શ્રી રામ સાથે સંબંધ છે. સુબીર ગામથી પૂર્વ દિશામાં આશરે ત્રણ કિલોમીટરના અંતરે શબરી ધામ અંગે સ્થાનિક માન્યતા મુજબ આ સ્થળે શબરી સાથે ભગવાન રામની મુલાકાત થઈ હતી, જેનો ઉલ્લેખ રામાયણમાં પણ કરવામાં આવેલ છે. 

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર પૌરાણિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે સતત પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકારે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી)ના માધ્યમથી શબરી ધામ ખાતે અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે વિકાસ કાર્યોનો ધમધમાટ શરૂ કર્યો છે.

    શબરી ધામ ખાતે મોટી સંખ્યામાં ઉમટતા યાત્રાળુઓ-શ્રદ્ધાળુઓની સુવિધા માટે ડિસેમ્બર 2018થી અનેક પ્રકારના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. અહીં અંદાજે રૂ. 10 કરોડના ખર્ચે યાત્રાળુઓ માટે ઘણી બધી સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જીપીવાયવીબીના સચિવ આર. આર. રાવલના જણાવ્યા મુજબ, શબરી ધામ વિકાસ પ્રોજેક્ટની પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પ્રથમ તબક્કામાં લગભગ રૂ. 4.89 કરોડના ખર્ચે અહીં ભવ્ય યાત્રી નિવાસ તથા એડમિન બ્લૉકનું નિર્માણ કરવામાં આવ્યું છે. યાત્રી નિવાસમાં પ્રવાસીઓ તેમજ શ્રદ્ધાળુઓ માટે ભોજન શાળા, ડાઇનિંગ, સ્ટોર રૂમ, વૉશ એરીયા, શૌચાલય, 5 એકઝીકયુટીવ રૂમ, 3 સ્પેશિયલ રૂમ, વેટિંગ એરિયા, 11 બેડ ધરાવતી પુરૂષ ડોરમેટરી અને 11 બેડ ધરાવતી સ્ત્રી ડોરમેટરી, 2 લિવિંગ રૂમ અને કિચન એરિયા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. તેવી જ રીતે; એડમિન બ્લૉકમાં હૉલ, ડાઇનિંગ વિથ કિચન, 2 બેઠક રૂમ, 2 બેડરૂમ, કિચન એરિયા, સંત નિવાસ, શૌચાલય અને પીવાના પાણીની સુવિધાનો સમાવેશ થાય છે.

    રાજ્ય સરકાર તથા જીપીવાયવીબી દ્વારા શબરી ધામ ખાતે ચાલી રહેલા વિકાસ કાર્યોના બીજા તબક્કામાં રૂ. 5.74 કરોડના ખર્ચે પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ તેમજ યાત્રીઓ માટે સુવિધાઓમાં મોટો વધારો કરવામાં આવશે. બીજા તબક્કામાં શબરી ધામ ખાતે 16 જેટલી સુવિધાઓ શરૂ કરવામાં આવશે જેમાં નવું પાર્કિંગ, હનુમાનજી મંદિરનું રીનોવેશન, પેવર બ્લોક, રીટેનિંગ વૉલ, સભા મંડપ શેડ, નવા પાર્કિંગ પર શૌચાલય, કેન્ટીન, રેમ્પની કામગીરી, પાણીની ટાંકી, હયાત શૌચાલયનું રિનોવેશન, ગાર્ડનીંગ એન્ડ લેન્ડ સ્કૅપિંગ, પગથિયાનું રીનોવેશન અને કલર કામ, સાઈનેઝીસ, સોલાર લાઈટ પોલ, સોલાર સીસ્ટમ તથા ઇલેક્ટ્રિફિકેશનનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply