સાબરકાંઠા : પોળોના જંગલમાં પ્રવાસીઓનું આગમન
Live TV
-
સાબરકાંઠા જિલ્લામાં આવેલા વિજયનગર પોળોના જંગલમાં લગાવેલો પ્રતિબંધ હટાવી લેવાયો છે.જેથી રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં આવ્યા હતા.અહીં દૂર દૂરથી લોકો કુદરતી સૌંદર્યને માણવા માટે આવતા હોય છે. આ પોળો મિની કાશ્મીર તરીકે પણ પ્રખ્યાત છે.અહીં વડોદરા, સુરત, અમદાવાદ, અને રાજસ્થાનથી પણ સહેલાણીઓ આવે છે.. પ્લાસ્ટિકમુક્ત ભારત બનાવવા માટે અમદાવાદની Youth Hostels Association of India જેવી 2 સંસ્થાઓ 2 દિવસથી અભિયાન ચલાવે છે.આ સાથે જ પ્રવાસીઓને પર્યાવરણના જતન માટે પણ સમજ આપવામાં આવી હતી.. કોરોના મહામારીના કારણે સાબરકાંઠાના જિલ્લા કલેક્ટરે જાહેર સ્થળો પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ લગાવ્યો હતો, પરંતુ હવે આ પ્રતિબંધ હટાવી લેતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે.