સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું આગમન: ધરતીપુત્રોમાં ખુશીની લહેર
Live TV
-
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે સાબરકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે.
ઇડર, વડાલી, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતાં કિસાન જગતમાં રાહત જોવા મળી છે.લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ 'નવજીવન' સમાન સાબિત થયો છે. મગફળી અને કપાસના પાક માટે આ વરસાદ ખૂબ જ ઉપયોગી માનવામાં આવી રહ્યો છે. જોકે, ખેડૂતો હજુ પણ સારા અને ખેતીલાયક વરસાદની આશા રાખી રહ્યા છે. બીજી તરફ, ગરમી અને બફારામાં ઘટાડો થતાં સ્થાનિક રહીશોએ પણ રાહત અનુભવી છે.
