Skip to main content
Settings Settings for Dark

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025નો પ્રારંભ

Live TV

X
  • ઉત્તરાયણના પર્વ માટે દેશવિદેશથી પતંગ રસિયાઓ ઉત્તરાયણ મનાવવા ગુજરાત આવે છે. 47 દેશોના 143 પતંગબાજો અવનવા પતંગો સાથે આવશે.

    ઉતરાયણના તહેવારની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતની ઉત્તરાયણને વૈશ્વિક સ્તરે પ્રસિદ્ધ બનાવવા અને દેશ દુનિયાના પતંગબાજોને રાજ્યમાં પતંગ ઉડાવવા માટે આમંત્રિત કરવા માટે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’નું દર વર્ષે આયોજન કરવામાં આવે છે.  ચાલુ વર્ષે તારીખ 11 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ - 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે શનિવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પતંગ મહોત્સવને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાંસ્કૃતિક કાર્યક્રમને લઈને કલાકારો દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું છે.

    આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 46 દેશોમાંથી 143 પતંગબાજો અને ભારતના અન્ય 11 રાજયોમાંથી 52 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી પણ 11 જેટલા શહેરોમાંથી 417 જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.  12 જાન્યુઆરીના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે તેમજ 13 જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.

    આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન થકી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યના વિવિધ પ્રવાસન સ્થળો પ્રમોટ થાય છે, જેના થકી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. દેશ વિદેશમાંથી ગુજરાત આવતા પતંગબાજો અને તેમની અવનવા આકારોવાળી રંગબેરંગી પતંગો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મુખ્ય આકર્ષણ હોય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
apply