Skip to main content
Settings Settings for Dark

સાબરમતી રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા રહ્યાં ઉપસ્થિત

Live TV

X
  • સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.  

     

    અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 'Yoga for Healthy Aging' – એટલે કે 'સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ' ની થીમ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. આ અવસરે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા, લોકસભા સાંસદ દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, ધારાસભ્ય અમિતભાઈ શાહ, અમુલભાઈ ભટ્ટ, કૌશિકભાઈ જૈન, દિનેશભાઈ કુશવાહા,  ડૉ. હસમુખભાઈ પટેલ, શ્રીમતિ પાયલબેન કુકરાણી, શાસક પક્ષના નેતા જશુભાઈ ઠાકોર, દંડક અતુલભાઈ મિશ્રા, કાઉન્સિલરો અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઔરંગાબાદકર,  રમ્ય ભટ્ટ સહિત સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, યોગસાધકો, એનસીસી કેડર્સ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ યોગ આસનો કર્યા હતા. 

    સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં કોલકાતાથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.  

    ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે યોગ એ આપણી પ્રાચીન ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો અણમોલ હિસ્સો છે. આપણા ઋષિમુનિઓએ આ અદભુત વિદ્યા સમગ્ર દુનિયાને આપી છે, જેને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. 

    વર્ષ ૨૦૧૪માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સમક્ષ વિશ્વના લોકોને યોગ અને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી, જેના જ પરિણામે આજે સમગ્ર વિશ્વ ૨૧ જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવી રહ્યું છે. વડાપ્રધાનના આહવાનને આજે દેશ અને દુનિયાના નાગરિકોએ સ્વીકારીને ચરિતાર્થ કર્યું છે.

    મંત્રીએ જણાવ્યું હતું કે, આજની ભાગદોડવાળી જિંદગીમાં જો આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખીએ તો અનેક રોગોનો ભોગ બનવું પડે છે. બદલાતી જીવનશૈલીને કારણે નાના બાળકોથી લઈને મોટા વડીલોમાં હૃદયરોગ અને શ્વસનતંત્રની તકલીફો વધી રહી છે. વડાપ્રધાને દેશવાસીઓને ખાણી-પીણીમાં સુધારો કરવા અને નિયમિત યોગ કરવા આહવાન કર્યું છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' એ ન્યાયે જો આપણે આપણી જીવનશૈલી સુધારવી હશે, શારીરિક તંદુરસ્તી મેળવવી હશે અને માનસિક એકાગ્રતા વધારવી હશે તો યોગને દિનચર્યામાં વણી લેવો જ પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.

    વડાપ્રધાનના પ્રેરણાદાયી નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં યોગ રોજિંદા જીવનનો ભાગ રહ્યો છે એમ જણાવીને શહેરી વિકાસ રાજ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદ શહેરમાં પણ ઉત્સાહનો માહોલ છે. પ્રહલાદનગર ગાર્ડન ખાતે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે, જ્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ કુશળ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૧૨,૦૦૦થી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા છે.

    આ અવસરે મંત્રીએ અમદાવાદના નગરજનો સહિત સૌને યોગ દિવસની  શુભેચ્છાઓ પાઠવીને સૌને યોગને કાયમી જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply