સિંચાઈ અને આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે રાજ્ય સરકારની કિસાન હિતકારી યોજના
Live TV
-
આ યોજનામાં ખેડૂતો સૌર ઊર્જા સોલાર પેનલ થકી ઉત્પાદન પોતાના ખેતરમાં જ કરી શકશે
રાજ્ય સરકારે ખેડૂતોને સૌર ઊર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશકિત કિસાન યોજના - SKYની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાની જાહેરાત કરતા કહ્યું કે ગુજરાતના ખેડૂતો બાવડાના બળે અને પરિશ્રમની પરાકષ્ટા સર્જીને ધરતીમાંથી સોનુ ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આ યોજનામાં ખેડૂતો સૌર ઊર્જા સોલાર પેનલ થકી ઉત્પાદન પોતાના ખેતરમાં જ કરી શકશે. સાથો સાથ સોલાર પેનલ માટેના કુલ ખર્ચ માટે માત્ર પાચ ટકા રકમ જ ખેડૂતે ભરવાની રહેશે. આ યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની 60 ટકા સબસીડી મળવા પાત્ર રહેશે. રાજ્યના ખેડૂતોને 12 કલાક વીજળી પ્રાપ્ત થશે. ઉપરાંત રાજ્ય સરકાર આગામી 25 વર્ષ સુધી લાભાર્થી ખેડૂત પાસેથી વધારાની વીજળી ખરીદશે. યોજના અંતર્ગત સાત વર્ષ માટે રૂપિયા 7 પ્રતિ યુનિટના ભાવે અને બાકીના 18 વર્ષ માટે રૂપિયા 3.50 પ્રતિ યુનિટના ભાવે સરકાર વીજળી ખરીદશે. યોજનાનો લાભ લેવા માટે જે મૂડી રોકાણ કરશે તે રોકાણ તેને વધારાની વીજળીના વેચાણ દ્વારા 8 થી 18 માસમાં જ પરત મળી જશે તેમ પણ શ્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતું...