Skip to main content
Settings Settings for Dark

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ વર્ષના અંતિમ દિવસે માઈભક્તોથી છલકાઈ ઉઠ્યુ

Live TV

X
  • પંચમહાલ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ વર્ષના અંતિમ દિવસે માઈભક્તોથી છલકાઈ ઉઠ્યું હતું.

    દેશભરમાં નવા વર્ષની શરૂઆતને લઇ ધાર્મિક સ્થળોએ ભક્તોની વિશેષ ભીડ જોવા મળી રહી છે, ત્યારે 51 શક્તિપીઠોમાં સમાવિષ્ટ પાવાગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા, 31 ડિસેમ્બરના દિવસે વર્ષને વિદાય આપી નવા વર્ષની શુભ શરૂઆત દેવદર્શન સાથે કરવાની માન્યતા મુજબ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભક્તો પાવાગઢ પહોંચ્યા હતા. બીજી તરફ ભક્તોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

    દર્શન વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે કતારોનું યોગ્ય આયોજન તેમજ સ્વચ્છતાની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વર્ષ 2025ને વિદાય આપી નવા વર્ષમાં માતાજીના આશીર્વાદ મેળવવાનો મહિમા દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે.જે ધાર્મિક માન્યતાના ભાગરૂપે પાવાગઢ ખાતે વર્ષના અંતિમ દિવસે ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તોએ માતાજીના દર્શન કરી પરિવાર, સમાજ અને દેશની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply