સુરતના એક રામ ભક્ત પાસે છે રામાયણનો અનોખો ગ્રંથ
Live TV
-
સુરતના એક રામ ભક્ત પાસે છે રામાયણનો અનોખો ગ્રંથ
આજે રામ નવમીનો તહેવાર છે. ત્યારે સુરતના એક રામ ભક્ત પાસે રામાયણનો અનોખો ગ્રંથ છે. 222 તોલા સોનાની શાહીથી લખાયેલી તેમજ હીરા, માણેક અને પન્ના જડિત 530 પાનાંની રામાયણને બૅન્કના લૉકરમાં રાખવામાં આવે છે અને દર વર્ષે રામનવમીના દિવસે તેના દર્શન કરવામાં આવે છે. 530 પાનાની રામાયણમાં 222 તોલા સોનાની શાહીથી ચોપાઈ લખાઈ છે, તેમાં 10 કિલો ચાંદી, 4000 હીરાની સાથે માણેક અને પન્ના જેવાં રત્નોનો ઉપયોગ કરાયો છે, તેનું કવર 5-5 કિલો ચાંદીમાંથી બનાવાયું છે. દર રામનવમીએ ભક્તોને દર્શન કરાવાય છે. બાકીના દિવસોમાં બૅન્કના લૉકરમાં રાખવામાં આવે છે. 43 વર્ષ પહેલાં આ ગ્રંથ લખાયો હતો. તેને લખવા માટે કુલ 9 મહિના અને 9 કલાકનો સમય થયો હતો. લખવામાં 12 લોકોએ સહકાર આપ્યો હતો. ચોપાઈ થકી 530 પાનાંમાં ભગવાન રામનું જીવનચરિત્ર દર્શાવાયું છે.