Skip to main content
Settings Settings for Dark

સુરતના છ તાલુકામાં 3690 લાભાર્થીઓને કુલ રૂ. 83.93 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ-ઘરવખરી સહાયનું વિતરણ

Live TV

X
  • સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ તા.૧૨મી જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ ૩૬૯૦ અસરગ્રસ્ત લાભાર્થીઓને કુલ રૂ. ૮૩.૯૩ લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના છ તાલુકામાં કુલ ૨૦૭૪૫ અસરગ્રસ્તોને કુલ રૂ. ૪.૬૮ કરોડથી વધુની આર્થિક સહાયની ચૂકવણી કરવામાં આવી છે.

    આજરોજ હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમા શહેરના ૬ અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં કુલ ૨૪૫૯ લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ. ૨૨.૧૩ લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, કતારગામ તાલુકામાં ૨૮ અસરગ્રસ્તોને રૂ. ૨૫૨૦૦, પુણા તાલુકામાં ૮૪૯ લાભાર્થીઓને રૂ. ૭.૬૪ લાખથી વધુની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. મજુરા તાલુકામાં ૧૮૪ લાભાર્થીઓને રૂ. ૧,૬૫,૬૦૦ તેમજ અબ્રામા તાલુકામાં ૧૦૮ લાભાર્થીઓને રૂ. ૯૭૨૦૦ સહાય પેટે ચૂકવાયા છે. સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં ૧૨૯૦ અસરગ્રસ્તોને રૂ.૧૧.૬૧ લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. વિશેષ રૂપે, આજે દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે.

    તા.૧૨મી જુલાઈના રોજ સાંજેના ૫.૦૦ વાગ્યા સુધીમા ૧૨૩૧ અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે કુલ રૂ. ૬૧૮૦૦૦૦ ની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં કતારગામ તાલુકામાં ૧૪ પરિવારોને રૂ. ૭૦ હજાર, પુણા તાલુકામાં ૪૨૬ પરિવારોને રૂ. ૨૧.૩૦ લાખ, મજુરા તાલુકામાં ૯૨ પરિવારોને રૂ. ૪.૬૦ લાખ, અબ્રામા તાલુકામાં ૫૪ પરિવારોને રૂ.૨.૭૦ લાખ અને મુખ્ય અસરગ્રસ્ત એવા ઉધના તાલુકામાં ૬૪૫ પરિવારોને રૂ. ૩૨.૫૦ લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હજુ પણ સર્વેની કામગીરી શરૂ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply