Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
સુરતના નાનપુરામાં 500 વર્ષ જૂનું વિશાળ વૃક્ષ ધરાશાયી: 10થી વધુ વાહનો દબાયા, 4 લોકો ઈજાગ્રસ્ત | DD News Skip to main content
Settings Settings for Dark

સુરતના નાનપુરામાં 500 વર્ષ જૂનું વિશાળ વૃક્ષ ધરાશાયી: 10થી વધુ વાહનો દબાયા, 4 લોકો ઈજાગ્રસ્ત

Live TV

X
  • સુરત શહેરના ગીચ ગણાતા નાનપુરા મચ્છી માર્કેટ વિસ્તારમાં આજે(26 સપ્ટેમ્બર) અંદાજે 500 વર્ષ જૂનું એક વિરાટ અને ઐતિહાસિક વૃક્ષ અચાનક જ ધરાશાયી થઈ પડ્યું હતું. માર્કેટ વિસ્તાર હોવાને કારણે અને દરરોજની જેમ લોકોની અવરજવર વચ્ચે અચાનક વૃક્ષ જમીનદોસ્ત થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો.

    આ ઘટના દરમિયાન ઝાડ નીચે 10થી વધુ ટુ-વ્હીલર અને અન્ય વાહનો દબાયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે વૃક્ષ પડતાં જ તેની નીચે 3થી 4 સ્થાનિક લોકો પણ દબાઈ ગયા હતા. જોકે, આસપાસના સ્થાનિક લોકોએ ભારે હિમ્મત અને ત્વરિત સતર્કતા દર્શાવીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. લોકોએ ભેગા મળીને દબાયેલા તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

    ઘટના અંગેની જાણ થતાં જ સુરત ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ કટર અને આધુનિક સાધનોની મદદથી ધરાશાયી થયેલા વૃક્ષના વિશાળ ડાળખાં કાપીને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રસ્તા પરથી વૃક્ષની ડાળીઓ દૂર કરીને વાહનવ્યવહાર પૂર્વવત કરવાની અને માર્ગ ખુલ્લો કરવાની કવાયત ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply