સુરતના રાખડી બજારમાં કોરોના વોરિયર્સની રાખડીએ આકર્ષણ જમાવ્યું
Live TV
-
રાખડી બજારમાં હેન્ડ સેનિટાઈઝરની બોટલ વાળી તેમજ ફુલવાળી રાખડીને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. ખાસ કોરોના વોરિયર્સ માટે સેનિટાઇઝરની બોટલવાળી રાખડી બહેનોમાં ખુબ જ ઉત્સુકતા જન્માવી રહી છે
કોરોના કાળના સંકટ છતાં પણ બજારમાં અવનવી રાખડીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતના રાખડી બજારમાં કોરોના વોરિયર્સની રાખડીએ આકર્ષણ જમાવ્યું છે. રાખડી બજારમાં હેન્ડ સેનિટાઈઝરની બોટલ વાળી તેમજ ફુલવાળી રાખડીને લોકો ખુબજ પસંદ કરી રહ્યાં છે. ખાસ કોરોના વોરિયર્સ માટે સેનિટાઇઝરની બોટલવાળી રાખડી બહેનોમાં ખુબ જ ઉત્સુકતા જન્માવી રહી છે. આ ઉપરાંત સ્ટે હોમ, સ્ટે સેફ જેવા સ્લોગન વાળી રાખડીઓ લોકોને આકર્ષી રહી છે. કોરોના મહામારી સામે જન જાગૃતિના સંદેશ આધારીત રાખડીઓ જ બજારમાં જોવા મળી રહી છે
