Skip to main content
Settings Settings for Dark

સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સાયબર સંજીવની 3.0 નું લોન્ચિંગ ક

Live TV

X
  • હાલના સમયમાં ઇન્ટરનેટનો જેટલો વધુ ઉપયોગ થઈ રહ્યો છે તેના કારણે લોકોની સમસ્યાઓ પણ ધીરે ધીરે વધી રહી છે, ખાસ કરીને સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, સાયબર ગુનેગારો પોલીસ વિભાગ અથવા તો અન્ય એજન્સી કરતા હંમેશા એક પગલું આગળ રહેતા હોય છે, ક્યારે હવે પોલીસ પણ આ સાયબર માફિયાઓને દામવા માટે કમર કસી રહ્યા છે, જેમાં ગુજરાત પોલીસ પણ ખૂબ જ મહત્વનો રોલ અદા કરી રહી છે, સાયબર માફિયાઓ સામે સુરત પોલીસ દ્વારા સાયબર સંજીવની અભ્યાસ શરૂ કરવામાં આવ્યું છે, જેના ત્રીજા તબક્કામાં આજે સાયબર સંજીવની 3.0નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પટેલ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ની ખાસ ઉપસ્થિતિમાં સુરતના સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં કઈ રીતે સામાન્ય નાગરિકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે તેના નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, સાથે જ કઈ રીતે આવા ફ્રોડ થી બચી શકાય છે તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી, આ તબક્કે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાત પોલીસ સાયબર માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે, ત્યારે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, પોલીસ ભગવાન નથી અને પોલીસ પાસે એવી કોઈ જાદુની લાગણી પણ નથી જે સાયબર ક્રાઇમને અટકાવી શકે, આવી ઘટનાઓને જો રોકવી હશે તો લોકોએ જાગૃત થવું પડશે, એક તરફ જ્યાં આવી ઘટનાઓને રોકવા માટે લોકોએ પોલીસ દ્વારા સૂચવવામાં આવેલા નીતિ નિયમોનું પાલન કરવું પડશે, સાથે જ જો કોઈ ભૂલથી આવી ઘટનાનો શિકાર બનતો હોય તો તેને તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ, લોકો એવું માને છે કે આવી ઘટનામાં પોલીસને માહિતી આપવાના કારણે તેઓને બદનામી નો સામનો કરવો પડશે, પરંતુ એ તદ્દન ખોટી વાત છે પોલીસ નો સંપર્ક કરવાને કારણે જે સમસ્યામાં લોકો ફસાયેલા છે તેમાંથી જલ્દીથી તેઓને બહાર કાઢી શકાશે અને સાથે જ તેમની ગયેલી મૂડી પણ તેમને પાછી આપી શકાશે, આ તબક્કે ગણેશ ઉત્સવ દરમિયાન પોલીસને મન મોટું રાખીને કામગીરી કરવાનું સૂચન પણ ગૃહ રાજ્ય મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું, કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી આર પાટીલે પણ જણાવ્યું હતું કે લોકો બદનામી નો ડર રાખ્યા વગર જ્યારે પણ આવી ઘટનાનો ભોગ બનતા હોય ત્યારે પોલીસનો સંપર્ક કરવો જોઈએ, એક સમયે ખરેખર પોલીસ સ્ટેશનમાં લાગેલું મે આઇ હેલ્પનું બોર્ડ હાસ્યસ્પદ લાગતું હતું પરંતુ આજે પોલીસ ખરેખર સાચા અર્થમાં લોકોની મદદ કરી રહી છે, સાયબર માફી આવો સામે ટેકનોલોજી ની મદદથી ગુનાઓ ઉકેલવામાં આવી રહ્યા છે, પરંતુ આ બધામાં લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે, જ્યાં સુધી લોકો જાગૃત નહીં થાય ત્યાં સુધી આવી ઘટનાઓ બનતી રહેશે અને તેને રોકવું પણ એટલું જ મુશ્કેલ બની રહેશે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે સાયબર સંજીવની 3.0 માં લોકો વચ્ચે જઈને તેમને જાગૃત કરવામાં આવશે અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવશે જેના કારણે ઘટનાઓથી લોકોને અટકાવી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply