સુરતની રઘુવીર કાપડ માર્કેટમાં આગ: 55થી વધુ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે
Live TV
-
સુરતમાં 13 માળની બિલ્ડિંગમાં વહેલી સવારે ભીષણ આગની ઘટના બની છે...પુના કુંભારિયા રોડ પર આવેલી રઘુવીર ટેક્સટાઈલ માર્કેટમાં આ આગ લાગી છે...કાપડ માર્કેટ હોવાના લીધે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું..અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા...આગ એટલી ભયંકર લાગી છે કે ચારે બાજુ ધુમાડા જ જોવા મળતા હતા...ફાયર બ્રિગેડની ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો...આગનું વિકરાળ સ્વરૂપને જોતા હાલ 55થી વધારે ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે છે...લેન્ડર મશીન, બ્રાઉઝર મશીન, હાઈડ્રોલિક મશીનથી આગ પર સતત કાબૂ મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે...કાપડ માર્કેટ સંપૂર્ણ રીતે આગની ઝપટમાં આવી ગયું છે, જેના કારણે આગ બેકાબૂ બની છે...તો ફાયરના જવાનો, ચીફ ફાયર ઓફિસર સહિત પાલિકાના ડેપ્યુટી કમિશનર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે હાજર છે...આગના કારણે કરોડો રૂપિયાની નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે...મહત્વનું છે કે આગ કયા કારણોસર લાગી તેનું હજુ કારણ સામે નથી આવ્યું...
