સુરતની “રબ્બર ગર્લ” અન્વી ઝાંઝરૂકિયાને પ્રજાસત્તાક પર્વ પર વિશેષ આમંત્રણ
Live TV
-
સુરતના નરથાણ સ્થિત સંસ્કારકુંજ જ્ઞાનપીઠની વિદ્યાર્થીની અને “રબ્બર ગર્લ ઓફ ઇન્ડિયા” તરીકે જાણીતિ અન્વી વિજય ઝાંઝરૂકિયાએ તેના યોગ પ્રત્યેના આગ્રહ અને વિશિષ્ટ સિદ્ધિઓથી સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
દિવ્યાંગ હોવા છતાં અન્વીએ યોગ ક્ષેત્રે વિશેષ સિદ્ધિઓ મેળવી છે, જેમ કે રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર અને ગુજરાત ગરિમા એવોર્ડ. આ વર્ષના 26 જાન્યુઆરીના રોજ દિલ્લી ખાતે આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય ઉજવણીના કાર્યક્રમમાં અન્વીને વિશેષ આમંત્રિત તરીકે ઉપસ્થિત રહેવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આમંત્રણ મળ્યું છે. આ કાર્યક્રમમાં “મન કી બાત”માં ઉલ્લેખ કરાયેલા પ્રતિભાશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. અન્વી ઝાંઝરૂકિયાને મળેલું આ આમંત્રણ સમગ્ર સુરત માટે ગૌરવની ક્ષણ છે. અન્વી દ્વારા શરૂ કરાયેલ “કરો યોગ રહો નિરોગ” અભિયાન આજે કરોડો લોકોને યોગ તરફ પ્રોત્સાહિત કરી રહ્યું છે. 7 લાખથી વધુ લોકોને યોગ શિબિરો દ્વારા જાગૃત કરવાના તેના પ્રયાસો ગુજરાતની નવી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે.