સુરત: આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં આગ, ચારના મોત
Live TV
-
સુરતમાં આર્સેલર મિત્તલના એક સ્ટીલ પ્લાન્ટમાં લાગેલી આગમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે.
સુરત નજીક હજીરામાં સ્થિત સ્ટીલ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી. આ દુર્ઘટના 31મી ડિસેમ્બરની મોડી રાત્રે થયો.
ન્યૂઝ એજન્સી IANS અનુસાર, આ દુર્ઘટના આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા નામની કંપનીના કોરેક્સ પ્લાન્ટ-2માં થઈ હતી.
IANS અને PTI અનુસાર આગમાં ચાર કામદારોના મોત થયા છે.
ત્યાં એક વ્યક્તિને ઈજા થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.