સુરત શહેર ટૂંક સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની યજમાની કરશે
Live TV
-
તાપી નદીના કિનારે વસેલું અને ભારતના ઇતિહાસમાં અનોખું સ્થાન ધરાવતું સુરત આજે રણનીતિક અને આર્થિક રીતે દેશનું સૌથી ગતિશીલ શહેર બની ગયું છે. જે શહેર એક સમયે વિશ્વના વેપારીઓ માટે ભારતનું 'પ્રવેશદ્વાર' ગણાતું હતું, તે આજે ૨૦૪૭ના 'વિકસિત ભારત'ના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાતના વિકાસનું સૌથી મજબૂત 'પાવરહાઉસ' બનીને ઉભરી આવ્યું છે.
વૈભવી વારસો: બંદરથી બજાર સુધીની સફર
સુરતનો ઇતિહાસ જહાજ નિર્માણ અને દરિયાઈ વેપારની ગાથા છે. 16મી સદીમાં બ્રિટિશ, પોર્ટુગીઝ અને ડચ વેપારીઓ આ શહેરના બંદર પર વર્ચસ્વ જમાવવા આતુર હતા. આજે એ જ વ્યાપારી ભાવના સુરતના હીરા અને કાપડ ઉદ્યોગમાં ધબકી રહી છે.ડાયમંડ હબ: વિશ્વના ૯90% કુદરતી હીરા અને 25% લેબ-ગ્રોન હીરાનું પ્રોસેસિંગ એકમાત્ર સુરતમાં થાય છે. 6,000થી વધુ એકમો લાખો પરિવારોની આજીવિકાનો સ્ત્રોત છે.
સિલ્ક સિટી: એશિયાના સૌથી મોટા કાપડ કેન્દ્ર તરીકે સુરત આજે વૈશ્વિક ટેક્સટાઇલ માર્કેટમાં અગ્રેસર છે.
નીતિ આયોગનું વિઝન: સુરત ઇકોનોમિક રિજન (SER)
સુરતની અસાધારણ ક્ષમતાને ધ્યાને રાખીને નીતિ આયોગે તેને 'ગ્રોથ હબ' (G-Hub) તરીકે પસંદ કર્યું છે. 2047 સુધીમાં સુરત સહિત ભરૂચ, નવસારી, તાપી, ડાંગ અને વલસાડના સમગ્ર દક્ષિણ ગુજરાતના પટ્ટાને એક સંકલિત આર્થિક ક્ષેત્ર (SER) તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન તૈયાર છે. આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવશે.વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC): નવા રોકાણોના દ્વાર
ટૂંક સમયમાં સુરત ખાતે યોજાનારી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' માત્ર એક સેમિનાર નહીં, પરંતુ આખા પ્રદેશ માટે રોકાણો અને રોજગારીનું નવું આકાશ ખોલશે. આ કોન્ફરન્સ સુરતના 'સાહસિક સ્વભાવ'ને વૈશ્વિક રોકાણકારો સમક્ષ પ્રસ્તુત કરશે.
