સુરેન્દ્રનગરના કલેક્ટર એકશન મોડમાં,શહેરના બ્રિજની કરી જાત તપાસ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કલેકટર એકશન મોડમાં આવી ગયા છે.
આણંદ જિલ્લાના ગંભીરાની ઘટનાને પગલે સમગ્ર રાજયમાં પુલના નીરીક્ષણોની કાર્યવાહીએ વેગ પકડયો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કલેકટર એકશન મોડમાં આવી ગયા છે. શુક્રવારે સવારે કલેકટર ડો. રાજેન્દ્રકુમાર પટેલે સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રેલવે ટ્રેક ઉપરના બ્રીજ, દુધરેજ નર્મદા કેનાલ પરના બ્રીજ, વઢવાણ ભોગાવા નદી પર ગેબનશા સર્કલ પાસેથી ધોળીપોળ જતા બ્રીજ સહિતના પુલની જાત તપાસ કરી હતી. આ ઉપરાંત માર્ગ મકાન વિભાગ, જિલ્લા પંચાયત વિભાગ, નેશનલ હાઈવે ઓથોરીટી, મહાનગરપાલીકા, નર્મદા વિભાગ સહિતનાઓને તેમની અંડરમાં આવતા બ્રીજનું ચેકીંગ કરીને ત્રણ દિવસમાં આ અંગેનો રીપોર્ટ આપવા આદેશ જારી કર્યા છે. જેમાં બ્રીજ બન્યાનો સમય, તેની સમસ્યાઓ, ખામીઓ વિશેની માહીતી આપવાની રહેશે.
