Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગરના ચોટીલાના 3 મુખ્ય ગામોમાં કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનો પ્રારંભ

Live TV

X
  • સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ગામોમાં કચરાના કલેક્શન માટે ઈ-રિક્ષાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ધારૈઈ, ભેટસુડા, આણંદપુર ગામોમાં કચરા કલેક્શન માટે ઈ-રિક્ષાનો કારાયો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઘન કચરાના ડોર-ટુ-ડોર કલેક્શનથી ગામની સ્વચ્છતા જળવાશે અવે આ સાથે ગ્રામજનોનું સ્વાસ્થ્ય સુધરશે.

    કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશનને વેગ આપવા માટે, ચોટીલા તાલુકાના ત્રણ મુખ્ય ગામો - ધારૈઇ, ભેટસુડા અને આણંદપુર(ભા)માં ‘સ્વચ્છ ભારત’ અભિયાન અંતર્ગત ઈ-રિક્ષાનો પ્રારંભ કરાવ્યો છે. 15માં નાણા પંચના ભંડોળમાંથી આપવામાં આવેલી આ ઈ-રીક્ષાઓનાં ઉપયોગથી હવે ગામડાઓમાં ઘન કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન કરવામાં આવશે. 

    આ ઈ-રિક્ષાઓ પ્રદૂષણમુક્ત વાહનો છે જેના ઉપયોગથી પર્યાવરણને પણ ફાયદો થશે. આ નવી વ્યવસ્થા મળવાથી ગ્રામજનોને ‘કચરો ક્યાં નાખવો?’ તેની સમસ્યા નહીં રહે. આ પહેલનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં કચરાના યોગ્ય નિકાલની સમસ્યાને હલ કરવાનો છે. 

    અત્યાર સુધી ઘણા ગામોમાં કચરો જાહેર સ્થળો કે ખુલ્લામાં ફેંકી દેવામાં આવતો હતો, જેના કારણે ગંદકી અને રોગચાળાનું જોખમ રહેતું હતું. આ ઈ-રિક્ષાઓ ગામની દરેક શેરી અને ઘરે-ઘરે જઈને કચરો એકઠો કરશે, જેનાથી ગામની સ્વચ્છતા જળવાઈ રહેશે. હવે દરેક ઘરમાંથી કચરો સીધો ઈ-રિક્ષામાં જ જશે, જેનાથી ગામમાં ગંદકીનો પ્રશ્ન જ રહેશે નહીં. આનાથી ગ્રામજનોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને ગામો સ્વચ્છ તથા સુંદર બનશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply