સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રા ખાતે આવેલી 158 વર્ષ જૂની પુષ્ટીસપ્રદાંયની હવેલીમાં કૃષ્ણ જન્મની ઉજવણી
Live TV
-
દેશભરમાં ભાવિકો કૃષ્ણ જન્મને વધાવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રા ખાતે આવેલી 158 વર્ષ જૂની પુષ્ટીસપ્રદાંયની હવેલીમાં કૃષ્ણ જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. હવેલીમાં ગીરધારીજીની મૂર્તિ છે. તે 500 વર્ષ જૂની હોવાનું મનાય છે. કૃષ્ણ જન્મને વધાવવા મોડીરાત સુધી વૈષ્ણવો દ્વારા ભજનકિર્તન ગાવામાં આવ્યા હતા. કૃષ્ણજન્મ બાદ ભગવાનને પંચામૃત સ્નાન કરાવવામાં આવ્યું હતું. માલધારી લોકો દ્વારા પણ ઢોલના તાલે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું