સુરેન્દ્રનગર ખાતે કરાઇ સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી
Live TV
-
આઝાદીમાં ગુજરાતનું મોટું પ્રદાન હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું
સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી સુરેન્દ્રનગર ખાતે કરાઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પરેડનું નિરિક્ષણ કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.જનમેદનીને સંબોધતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે દેશની આઝાદીમાં ગુજરાતનું મોટું પ્રદાન છે.ખેડૂતોના દેવાનું વ્યાજ સરકાર ભોગવશે તેવી ખેડૂતલક્ષી જાહેરાત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 18 હજાર ગામના 13 હજાર તળાવ ઊંડા કરવામાં આવ્યા છે.તેમણે કહ્યું હતું કે રાજ્યમાં એક લાખ વિદ્યાર્થીઓને રોજગારીની તાલિમ આપવામાં આવી છે.પાટડીમાં નવી જીઆઈડીસી ઊભી કરવાની જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે 10 હજાર વર્ગખંડમાં વરચ્યુઅલ શિક્ષણ અપાઈ રહ્યું છે.પાટણ - સિધ્ધપુરમાં વિકાસકાર્યો માટે રૂપિયા ત્રણ કરોડની ફાળવણી થઈ હોવાની જાહેરાત પણ કરી હતી.રાજ્યમાં સ્વતંત્રતા પર્વે 85 કેદીઓને પણ મુક્ત કરવામાં આવ્યા હતા.ઝાલાવાડ પંથકના નાગરિકો ધ્વજવંદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જોડાયા હતા...