સુરેન્દ્રનગર: ધ્રાંગધ્રાના રાજપર ગામે 8 ફૂટના મહાકાય અજગરનું રેસ્ક્યૂ
Live TV
-
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજપર ગામે વાડી વિસ્તારમાં 8 ફૂટ લાંબો મહાકાય અજગર જોવા મળતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. વાડી વિસ્તારમાં અજગર દેખાતાં સ્થાનિકોએ તાત્કાલિક સ્નેક રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્નેક રેસ્ક્યૂઅર જયેશકુમાર ઝાલા અને ઓમ ઝાલાની ટીમ રાત્રિના સમયે ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમ દ્વારા જરૂરી સાવચેતી રાખીને અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
વાડી વિસ્તારમાં આટલો વિશાળ અજગર મળી આવતાં ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ હતી. જો કે, રેસ્ક્યૂ ટીમની સમયસર કામગીરીથી અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સ્નેક રેસ્ક્યૂ ટીમની સમયસૂચક કામગીરીથી માનવ-વન્યજીવ વચ્ચે સંભવિત સંઘર્ષ ટળ્યો હતો. વન્યજીવો દેખાય ત્યારે ગભરાઈને તેમને નુકસાન પહોંચાડવાને બદલે નિષ્ણાત રેસ્ક્યૂ ટીમને જાણ કરવી જોઈએ, જેથી માનવજીવનની સુરક્ષા સાથે વન્યજીવોનું પણ રક્ષણ થઈ શકે.
