Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂ કરાઈ

Live TV

X
  • સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસાની ઋતુ દરમિયાન શહેરીજનોને વાહન વ્યવહારમાં અગવડતા ન પડે તેમજ વાહન વ્યવહાર સરળતાથી ચાલી શકે છે.

    તે માટે અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નુકસાની પામેલ રસ્તાઓની રીપેરીંગ તેમજ રીસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ડામર પેચવર્ક, વેટમિક્સ પેચ, ગટરોની સાફ-સફાઈ જેવી કામગીરી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે.

    જે અંતર્ગત મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1માં દુધરેજ તળાવથી સાનિધ્ય ટાઉનશીપ સુધી રોડ પરના ખાડાઓ પુરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકા વિસ્તારમાં જરૂરિયાત મુજબ રોડ મટિરિયલ વેટમિક્સ, મોરમ દ્વારા રસ્તા રીપેરીંગ કરવામાં આવી રહ્યા છે.આ ઉપરાંત મહાનગરપાલિકા ખાતે રોડ રસ્તા રીપેરીંગની મળતી ફરિયાદો નિવારવા તમામ ઝોન વિસ્તારમાં રોડ મટીરીયલ જેવા મેટલ ડસ્ટ, વેટમિક્સ વગેરેનો જથ્થો ઉપલબ્ધ બનાવવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક નાગરિકોની ફરિયાદ /સમસ્યાનું નિવારણ લાવી શકાય.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply