સુરેન્દ્રનગર: શક્તિકેન્દ્ર ખાતે ભાજપ સંગઠન ટિફિન બેઠકનું આયોજન કરાયું
Live TV
-
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના જડેશ્વર સોસાયટીમાં શક્તિકેન્દ્ર ખાતે ભાજપ સંગઠન ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમ આ પ્રકારની પહેલ ધ્રાંગધ્રાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજા દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય, સંગઠન અને પક્ષના લોકો સહિત સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ટિફિન બેઠકમાં આઈ.કે જાડેજા દ્વારા આગામી ચૂંટણીને લઈ પક્ષના હોદ્દેદારો કાર્યકરો સાથે જરૂરી ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવ્યા હતાં. આઈ.કે જાડેજાએ ધાર્મિક અને સામાજિક આયોજનો અને વિકાસ કાર્યો થકી સંગઠનને મજબૂત બનાવવા અને નાનામાં નાના કાર્યકર્તાને સાથે રાખીને બુથ લેવલ સુધી કાર્ય કરવા પર ભાર મુક્યો હતો.