Skip to main content
Settings Settings for Dark

સેવા સંકલ્પ અભિયાનઃ વલસાડ જિલ્લા માહિતી કચેરીની ટીમે જળદેવી મંદિરથી આંધિયાવાડ સુધી સફાઈ કરી

Live TV

X
  • જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીનો પ્રચાર-પ્રસાર કરતી માહિતી ખાતાની ટીમે હાથમાં ઝાડુ ઉપાડી સફાઈ અભિયાનના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.

    વલસાડ જિલ્લાને સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશ સાથે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ જિલ્લા માહિતી કચેરી દ્વારા શહેરના લુહાર ટેકરા વિસ્તારમાં આવેલા જળદેવી મંદિરથી આંધિયાવાડ સુધીના મુખ્ય માર્ગ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

    જિલ્લામાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કામગીરીનો પ્રચાર-પ્રસાર કરતી માહિતી ખાતાની ટીમે હાથમાં ઝાડુ ઉપાડી સફાઈ અભિયાનના માધ્યમથી સ્વચ્છતાનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો. નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસાના નેતૃત્વ હેઠળ માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ સફાઈ અભિયાન દરમિયાન રસ્તા પર વર્ષોથી પડેલા જૂના-પુરાણા સામાન અને કચરાનો નિકાલ કરી વિસ્તારને સ્વચ્છ બનાવ્યો હતો. 

    સફાઈ અભિયાન દરમિયાન શહીદ ચોક વિસ્તારમાં લારી-ગલ્લા અને પાથરણાવાળાઓ દ્વારા રોજબરોજ થતી ગંદકી અંગે નાયબ માહિતી નિયામક ઉમેશ બાવીસા દ્વારા દુકાનદારો, વેપારીઓ અને લારીગલ્લા વાળાને જાહેર સ્થળોએ ગંદકી ન ફેલાવવા તેમજ કચરાનો યોગ્ય નિકાલ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે સમજણ આપી હતી. સવારે બે કલાક દરમિયાન હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં જળદેવી માતા મંદિરથી આંધિયાવાડ સુધીના મુખ્ય માર્ગને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવ્યો હતો. 

    આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના વોર્ડ નં. ૧ના કોર્પોરેટર વર્ષાબેન અમિતભાઈ પાનવાલા તેમજ જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા. અભિયાનના અંતે ઉપસ્થિત સૌએ પોતાના કાર્યસ્થળ અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા તેમજ અન્ય લોકોને પણ સ્વચ્છતા માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-10-2026 Max Temp : °C Min Temp : °C
apply