સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો: 17 ગામો એલર્ટ
Live TV
-
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ આજે સાંજે 6 કલાકે 34 ફૂટની તેની નિર્ધારિત સપાટી વટાવીને ઓવરફ્લો થયો છે.
ભાવનગર જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઓછું હોવા છતાં, ઉપરવાસના અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની વિપુલ આવક થઈ હતી.હાલ ડેમમાં 15,000 ક્યુસેકથી વધુ પાણીની આવક સતત ચાલુ છે, જેના પગલે ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે અને કુલ 59 દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. જળસ્તર વધવાને કારણે તળાજા અને પાલીતાણા પંથકના નદીકાંઠાના 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ છલકાવાનો અદભૂત નજારો જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
