Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર

Live TV

X
  • સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ: રાજ્ય સરકાર સંપૂર્ણ એલર્ટ મોડ પર, જીતુભાઈ વાઘાણી ભાવનગર-રાજકોટ-અમરેલીના તંત્ર સાથે યોજશે વર્ચ્યુઅલ બેઠક

    સૌરાષ્ટ્ર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા ભારે વરસાદને પગલે હવે રાજ્ય સરકાર સંપૂર્ણ એક્શન અને એલર્ટ મોડ પર આવી ગઈ છે. વરસાદની પ્રવર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવનને સુરક્ષિત રાખવા માટે સરકાર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત પૂર્વ મંત્રી અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી આજે ભાવનગર, રાજકોટ અને અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર સાથે એક મહત્વપૂર્ણ વર્ચ્યુઅલ બેઠક યોજવા જઈ રહ્યા છે. આ બેઠકમાં સમગ્ર વરસાદી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવશે.

    બેઠકમાં દિગ્ગજ નેતાઓ અને પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત

    આ હાઈ-લેવલ વર્ચ્યુઅલ બેઠકમાં વહીવટી તંત્રના અધિકારીઓ ઉપરાંત રાજકીય પદાધિકારીઓ પણ જોડાશે. જેમાં ખાસ કરીને ભાવનગરના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરિયા, સ્થાનિક સાંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ અન્ય સ્થાનિક પદાધિકારીઓ આ તમામ આગેવાનો સાથે મળીને જિલ્લાઓની આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓનો તાગ મેળવશે.

    આ મુખ્ય મુદ્દાઓ પર રહેશે ખાસ નજર

    બેઠક દરમિયાન પ્રશાસન દ્વારા નીચે મુજબની બાબતો પર લાઈવ રિપોર્ટ મેળવીને તાકીદની સમીક્ષા કરવામાં આવશે. પૂર અથવા પાણી ભરાવાની સ્થિતિમાં લોકોના સ્થળાંતર અને બચાવ કામગીરીની તૈયારી, જિલ્લાના મહત્વના જળાશયો અને ડેમોમાં થઈ રહેલી પાણીની લાઈવ આવક અને તેની સપાટીની સમીક્ષા કરવામાં આવશે. તથા વીજળી ગુલ થવી, પીવાના પાણીની સમસ્યા કે રસ્તા બ્લોક થવા જેવી કટોકટીના સમયે કંટ્રોલ રૂમ કેટલો કાર્યરત છે અને લોકોની ફરિયાદોનું કેટલું ઝડપી નિવારણ આવે છે તેની ચકાસણી કરવામાં આવશે. 

    ભારે વરસાદની આ સ્થિતિમાં નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે અને તમામ સરકારી તંત્ર ચોવીસ કલાક ખડેપગે રહીને કામ કરે તે માટે સરકાર કટિબદ્ધ છે. સૌરાષ્ટ્રના આ ત્રણેય જિલ્લાઓમાં વહીવટી તંત્રને સ્ટેન્ડબાય રહેવા અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે વહેલી તકે એક્શન પ્લાન તૈયાર રાખવા સૂચના આપી દેવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply