સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીમાં ઠુઠવાયુ
Live TV
-
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીમાં ઠુઠવાયુ છે. કચ્છ જિલ્લાના નલિયામાં ગઇકાલે સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો હતો..નલિયામાં લઘુતમ તાપમાન ગગડીને 3.4 ડિગ્રી પર પહોંચ્યું હતું. ભુજમાં પણ 9.2 ડિગ્રીએ ઠંડીનો અનુભવ થયો હતો.રાજકોટમાં ઠંડીનો પારો 7.3 ડિગ્રીએ પહોંચતા દિવસે પણ ઠંડીનો અનુભવ થયો હતો.
આ તરફ, વડોદરામાં 11.4 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી, અમદાવાદમાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે હિમવર્ષાને કારણે ત્યાંના ઠંડા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતના લઘુતમ તાપમાનમાં સરેરાશ ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે.