Skip to main content
Settings Settings for Dark

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અનેક બેઠકો પર લહેરાયો ભાજપનો ભગવો, 55 બેઠક પર ભાજપ બિનહરીફ

Live TV

X
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ‘રણશિંગા’ ફૂંકાય તે પહેલાં જ ગુજરાતમાં કેસરીયો લહેરાયો છે, જેમાં ભાજપે 55થી વધુ બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે. જેમાં નવસારીની કુલ 11 અને વલસાડની 5 બેઠકો બિનહરીફ થઈ છે. કડી નગરપાલિકાની 36માંથી 23, ભરૂચ તાલુકા પંચાયતની પાલેજની 2, આણંદ પેટલાદ પાલિકા વોર્ડ 3માં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે.

    ગુજરાતમાં વર્ષ ૨૦૨૬ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખરાખરીનો જામ્યો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીના રણશિંગા ફૂંકાઈ ચૂક્યા છે, જેમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ હવે રાજકીય માહોલ ગરમાયો છે. આગામી 13મી એપ્રિલે ફોર્મની ચકાસણી અને 15મી એપ્રિલ સુધી ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા બાદ 26મી એપ્રિલે મતદાન અને 28મી એપ્રિલે પરિણામ જાહેર થશે.અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર જેવા મહાનગરોમાં રાજકીય પક્ષોએ પોતાના દિગ્ગજોને મેદાનમાં ઉતાર્યા છે. 

    અમદાવાદમાં ભાજપે દેવાંગ મહેતા અને ભાગ્યેશ પટેલ જેવા અનુભવી ચહેરાઓ પર દાવ ખેલ્યો છે...જોકે, ટિકિટોની અદલાબદલીને કારણે અનેક જગ્યાએ વિરોધનો ‘વંટોળ’ પણ ફૂંકાયો છે, જેમાં રાજકોટ અને અમદાવાદમાં છેલ્લી ઘડીએ ઉમેદવારો બદલાયા છે, તો વડોદરામાં નારાજ નેતાઓએ અપક્ષ તરીકે દાવેદારી નોંધાવી છે. બીજી તરફ, મતદાન પહેલા જ પંચમહાલ, સુરેન્દ્રનગર અને વ્યારા સહિતની અનેક બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતા વિજયનો મંગળ પ્રારંભ થયો છે અને હવે તમામ પક્ષોએ મતદારોને રિઝવવા પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે.

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ‘રણશિંગા’ ફૂંકાય તે પહેલાં જ ગુજરાતમાં કેસરીયો લહેરાયો છે, જેમાં ભાજપે 55થી વધુ બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે. જેમાં નવસારીની કુલ 11 અને વલસાડની 5 બેઠકો બિનહરીફ થઈ છે. કડી નગરપાલિકાની 36માંથી 23, ભરૂચ તાલુકા પંચાયતની પાલેજની 2, આણંદ પેટલાદ પાલિકા વોર્ડ 3માં ભાજપની પેનલ બિનહરીફ થઈ છે. જ્યારે મહેમદાબાદ તાલુકા પંચાયતની 2 બેઠક, કચ્છના નખત્રામાં નગરપાલિકામાં 2 બેઠક બિનહરીફ થઈ છે. ખાસ કરીને મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પ્રચંડ દબદબા વચ્ચે ૩૬માંથી ૨૨ બેઠકો બિનહરીફ અંકે કરી ભાજપે ચૂંટણી પહેલા જ ભવ્ય વિજય ઉત્સવની શરૂઆત કરી દીધી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply