સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર, ડાયમંડ નગરી સુરતનો દેશમાં બીજો ક્રમ
Live TV
-
એક લાખથી વધુની જનસંખ્યા ધરાવતુ મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર ચોથી વખત સૌથી સ્વચ્છ શહેર બનીને દેશમાં પ્રથમ ક્રમે રહ્યું
સ્વચ્છતા સર્વેક્ષણ 2020નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાયમંડ નગરી સુરત શહેર સમગ્ર દેશમાં બીજો ક્રમ મેળવ્યો છે. જ્યારે એક લાખથી વધુની જનસંખ્યા ધરાવતુ મધ્યપ્રદેશનું ઈન્દોર શહેર ચોથી વખત સૌથી સ્વચ્છ શહેર બનીને દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે.. જ્યારે નવી મુંબઈ ત્રીજા સ્થાને રહ્યું છે.. છેલ્લા બે વર્ષથી 14માં ક્રમે રહેતા સુરત શહેરનું રેન્કીંગ સારૂ એવું સુધર્યું છે. શહેરમાં વધતા સતત કોરોનાના કેસના આંકડા અને હાલમાં વરસાદી પાણીના કારણે ગંદકીનો સામનો કરી રહેલાં સુરતવાસીઓએ શહેરને સ્વચ્છ રાખવાની કટિબદ્ધતા યથાવત રાખી છે.. જેને લઈને સુરતવાસીઓમાં પણ ભારોભાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. શહેરનો બીજો ક્રમ આવતાં મ્યુનિસીપલ કમિશનર બંછાનિધી પાનીએ શહેરીજનો અને સફાઈકર્મીઓ સહિત તમામ લોકોને અભિનંદન પાઠવ્યાં હતો તો. મેયર ડો. જગદીશ પટેલે પણ આ સિદ્ધીને સહિયારા પ્રયત્નોનું પરિણામ ગણાવ્યું હતું..
