Skip to main content
Settings Settings for Dark

સ્વ-સહાયજૂથો અને તાલીમાર્થીઓને સ્વરોજગાર માટે રૂપિયા 8.92 લાખના ચેકોનું વિતરણ કરાયું

Live TV

X
  • ભારત સરકારના ગ્રામ વિકાસ વિભાગના રૂરલ સેલ્ફ એમ્પ્લોઇમેન્ટ નેશનલ ડાયરેક્ટર કે. એન. જનાર્દનની ઉપસ્થિતિમાં બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન દ્વારા સ્વ-સહાયજૂથો અને તાલીમાર્થીઓને સ્વરોજગાર માટે રૂપિયા 8.92 લાખના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું. જેને અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વ-સહાયજૂથો અને BPL પરિવારોને સ્વરોજગારી મળી શકે તે માટે વિવિધ તાલીમો યોજવામાં આવી છે. ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 208 જેટલા તાલીમ વર્ગો યોજી 6 હજાર 193 મહિલાઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાં 4 હજાર 27 જેટલી બહેનો સ્વરોજગાર મેળવી રહી છે. આર્થિક ઉપાર્જન મેળવવા બહેનોને લોન-સહાય આપવામાં આવે છે, જે દ્વારા તેઓ વધુ ને વધુ આવક મેળવી શકે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply