Skip to main content
Settings Settings for Dark

હરિયાળું ભવિષ્ય, આપણી જવાબદારી: સિહોરમાં વૃક્ષારોપણ સાથે ‘વૃક્ષ રથ’ને પ્રસ્થાન

Live TV

X
  • ભાવનગર જિલ્લાના સિહોર ખાતે વન વિભાગ તથા સામાજિક વનીકરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળા ભવિષ્યનો સંદેશ આપતા ‘વૃક્ષ રથ’ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

    યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી લોકોને પણ વધુમાં વધુ વૃક્ષો વાવવા અને તેમની જાળવણી કરવાની અપીલ કરી હતીવૃક્ષો માત્ર પર્યાવરણને હરિયાળું બનાવવાનું કામ કરતા નથી, પરંતુ માનવજીવન અને પ્રકૃતિ વચ્ચેનું સંતુલન જાળવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. વૃક્ષો હવા શુદ્ધ કરવામાં, તાપમાન નિયંત્રિત કરવામાં, વરસાદી ચક્ર જાળવવામાં તેમજ જૈવવિવિધતાના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.હરિયાળું અને સ્વચ્છ પર્યાવરણ આગામી પેઢીને આપવાની જવાબદારી સૌની છે. એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું એ માત્ર પર્યાવરણ પ્રત્યેની ફરજ નહીં, પરંતુ ભવિષ્યની પેઢી માટે અમૂલ્ય ભેટ સમાન છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-08-2026 Max Temp : °C Min Temp : °C
apply