હર્ષ સંઘવીની પહેલ: 12 વર્ષ બાદ ઘરવાપસી માટે કોદરવી સમાજને મળ્યું નવું વસવાટ
Live TV
-
12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સમ્માનભેર પાછા લાવી પુનર્વસન કરાવી એક ઐતિહાસિક ઘટના સાબિત કરી છે
બનાસકાંઠાના દાંતા તાલુકામાં ચડોતરુંની કુપ્રથાને કારણે વર્ષો અગાઉ ઘરવિહોણા થયેલા આદિવાસી પરિવારોને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુર્નવસન કરાવ્યું હતું. 29 જેટલા પરિવારોની 8.5 હેક્ટર જેટલી જમીન પણ બનાસકાંઠા પોલીસે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલન માં રહીને માપણી કરાવી આપી છે. આદિવાસી પરિવારો આ પ્રસંગને ઐતિહાસિક ઘટના માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ચડતરૂ એટલેકે વેર લેવાની પ્રથાના કારણે દાંતા તાલુકાના પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા કોદરવી સમુદાયના 29 પરિવારોના 300 જેટલા સભ્યો પાલનપુર તેમજ સુરત ચાલ્યા ગયા હતા. અસરગ્રસ્ત પરિવારોને શિક્ષણ સામગ્રી અને રેશનકીટ પણ વિતરણ કરવામાં આવી હતી.
