હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, અમદાવાદમાં આજે યલો એલર્ટ
Live TV
-
હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી, અમદાવાદમાં આજે યલો એલર્ટ
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર ઓછી થયા બાદ ગુજરાતમાં ગરમીનું જોર ફરી એકવાર વધ્યું છે. આજે અમદાવાદ સહીત રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ પવન ફૂંકવાનું શરુ થયું હતું. જેને લઇને આજે ગરમનો પારો 41 થી 43 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. જેથી શહેરમાં 'યલો એલર્ટ' આપવામાં આવ્યું હતું. તો શહેરમાં ચક્કર આવવા, માથામાં દુઃખાવો થવો જેવા ગરમીને લગતી સમસ્યાના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુરુવારથી સોમવાર દરમિયાન તાપમાન 36થી 39 ડિગ્રી વચ્ચે રહેતાં ગરમીમાં આંશિક ઘટાડો અનુભવાશે. ત્યારબાદ 22 એપ્રિલ બાદ ગરમીનું જોર ફરી વધવા લાગશે. છેલ્લા 24 કલાકમાં 43 ડીગ્રી ગરમી સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયુ છે.