હોળીના તહેવારને લઈ પશ્ચિમ રેલવેની મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા
Live TV
-
આગામી હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને હોળી સ્પેશિયલ ટ્રેનની બે ટ્રીપ સાબરમતી અને ગોમતી નગર વચ્ચે વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નંબર 09405/09406 સાબરમતી-ગોમતી નગર-સાબરમતી સ્પેશિયલ (બે ટ્રીપ)
ટ્રેન નંબર 09405 સાબરમતી-ગોમતીનગર સ્પેશિયલ 22 માર્ચ, 2024, શુક્રવારના રોજ સાબરમતીથી બપોરે 22.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 22:30 કલાકે ગોમતીનગર પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09406 ગોમતીનગર-સાબરમતી સ્પેશિયલ ટ્રેન 24 માર્ચ, 2024ને રવિવારે સવારે 06.00 કલાકે ગોમતીનગરથી ઉપડશે અને બીજા દિવસે સવારે 07:00 કલાકે સાબરમતી પહોંચશે.
રૂટ પર બંને દિશામાં, તે મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, ફુલેરા, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, મથુરા, હાથરસ, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, કાનપુર અનવરગંજ, કાનપુર સેન્ટ્રલ અને એશબાગ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સેકન્ડ એસીના એક કોચ, થર્ડ એસીના 3 કોચ, સ્લીપર ક્લાસના 15 કોચ અને એક જનરલ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09405નું બુકિંગ 21 માર્ચ 2024થી પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
