Skip to main content
Settings Settings for Dark

‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’માં પેટ્રોકેમિકલ્સ અને AI ક્ષેત્રે હજારો કરોડોના રોકાણ કરારો પર મહોર

Live TV

X
  • આઈ.આઈ.ટી. ગાંધીનગર અને આઈ.બી.એમ. જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા એમ.એસ.એમ.ઈ. અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને વેગ મળશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના સર્વગ્રાહી અને સર્વસમાવેશી વિકાસની મજબૂત કડી સમાન ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ના આજે પ્રથમ દિવસે મધ્ય ગુજરાતના ઔદ્યોગિક ક્ષેત્રે નવીન ઊર્જા અને ગતિશીલતા લાવવાના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ પરિષદમાં રૂ. 7,092 કરોડના સૂચિત રોકાણ અને 1210 જેટલી નવી રોજગારીની તકો પૂરી પાડતા વિવિધ મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoUs) કરવામાં આવ્યા હતા.

    આ અવસરે કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહર લાલ ખટ્ટર, રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીઓ, મુખ્ય સચિવ તેમજ વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. મુખ્યમંત્રીએ રાજ્યના સંતુલિત વિકાસની દિશામાં મધ્ય ગુજરાતના ફાળાને બિરદાવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતી કરારો રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જશે.

    આ પ્રાદેશિક પરિષદ દરમિયાન ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC) દ્વારા ત્રણ મોટા પ્રોજેક્ટ્સ માટે કરારો કરવામાં આવ્યા હતા. જેમાં ફોસ્ફોરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ પ્રોજેક્ટ માટે રૂ. 2,500 કરોડ (300 રોજગારી), એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રોજેક્ટ માટે રૂ. 1,850 કરોડ (120 રોજગારી) અને અલ્ટ્રા-પ્યોર એસિડ પ્રોજેક્ટ માટે રૂ. 125 કરોડના રોકાણનો સમાવેશ થાય છે.

    આ ઉપરાંત, પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ દ્વારા વડોદરામાં ગ્રીનફિલ્ડ એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોના વિકાસ માટે કુલ રૂ. 2,002 કરોડ (રૂ.1,008 કરોડ અને રૂ. 994 કરોડના બે અલગ એમ.ઓ.યુ.) ના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, જેના દ્વારા 670 લોકોને રોજગારી પ્રાપ્ત થશે. રુબામિન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા વડોદરામાં 'ક્રિટિકલ મિનરલ રિસાયકલિંગ'ના વિસ્તરણ માટે રૂ. 615 કરોડના રોકાણના કરાર કરવામાં આવ્યા છે.

    ઉદ્યોગોના આધુનિકીકરણ અને કૌશલ્ય વિકાસ પર ભાર મૂકતા કેટલાક વ્યૂહાત્મક કરારો પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત IIT ગાંધીનગર સાથે ગુજરાતના એમ.એસ.એમ.ઈ. (MSME) એકમોમાં ‘ઈન્ડસ્ટ્રી 4.0’ અપનાવવા અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન માટે સહયોગ કરવામાં આવશે. IBM ઈન્ડિયા અને ઈન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન સાથે મળીને ઇન્ડસ્ટ્રીયલ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ને પ્રોત્સાહન આપવા માટે 'સેન્ટર ઓફ એક્સેલન્સ' અને 'લિવિંગ લેબ્સ'ની સ્થાપના કરવામાં આવશે. રિકવ વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ સાથે GIDC પર્યાવરણને લગતી કામગીરી માટે સમજૂતી કરાર સંપન્ન થયા છે.

    આ પ્રસંગે ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને વિવિધ વિભાગના સચિવશ્રીઓ વચ્ચે સમજૂતી કરારના દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી હતી. આ રોકાણો દ્વારા મધ્ય ગુજરાતમાં નવું ઔદ્યોગિક માળખું તૈયાર થશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિશાળ તકો ઉભી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply