‘વિશ્વ ધ્યાન દિવસ-2024’ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં કાર્યક્રમ યોજાશે
Live TV
-
શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ‘વિશ્વ ધ્યાન દિવસ-2024’ મુખ્ય કાર્યક્રમ યોજાશે.
ભારતની પ્રાચીન મજબૂત યોગ અને ધ્યાન પરંપરાઓને જીવનના એક પવિત્ર ભાગ તરીકે ગણવામાં આવે છે. આ પ્રાચીન વિજ્ઞાન આજે તણાવમુક્ત અને આધુનિક જીવન માટે ઉત્તમ ઉપાય બની ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રઢ પ્રયત્નોથી, યોગ અને ધ્યાનને વૈશ્વિક સ્તરે સ્વીકાર અને લોકપ્રિયતા મળી રહી છે. આજે તે માનવજાત માટે આશાનું પ્રતીક બનીને દરેક નાગરિકોને એકતા અને શક્તિનો સંદેશ આપે છે. યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલના માર્ગદર્શનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ સમર્પણ ધ્યાન, પતંજલિ યોગ સમિતિ, હાર્ટફુલનેસ, આર્ટ ઓફ લિવિંગ તેમજ વિપાષ્યના જેમ યોગ અને ધ્યાન સાથે સંલગ્ન અન્ય સંસ્થાઓ દ્વારા 21 ડિસેમ્બર 2024ના રોજ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી વિશાળ અને પ્રેરણાત્મક રીતે કરાશે. ‘વિશ્વ ધ્યાન દિવસ-2024’નો મુખ્ય કાર્યક્રમ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલમાં પરમ પૂજ્ય શિવકૃપાનંદ સ્વામીની અધ્યક્ષતામાં યોજાશે તેમજ નવા સચિવાલય ખાતે ધ્યાનનું વિશેષ ટેકનીકલ સત્ર પણ યોજાશે. વિશ્વ ધ્યાન દિવસ-2024 ના વિશેષ કાર્યક્રમો રાજ્યના વિવિધ શહેરો-ગામડાઓ મળીને કુલ 40 સ્થળોએ યોજાશે. જેમા લાખો નાગરીકો સહભાગી બનીને શરીરમાં શાંતિ, સુખ, અને તદુરસ્તી લાવશે. તેમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.