Skip to main content
Settings Settings for Dark

110 કિમી પ્રતિ કલાકની ઝડપે અમદાવાદ-ભુજ વચ્ચે વંદે ભારત ટ્રેન કરાઈ શરું

Live TV

X
  • સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 કોચ છે

    તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ભુજ વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. તો ધાંગધ્રા રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું સ્વાગત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા કલેકટર કે સી સંપટ જિલ્લાના સાંસદ સભ્ય ચંદુભાઈ તેમજ ધારાસભ્ય અને ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો નગર પાલિકા પ્રમુખ સહિત ધ્રાંગધ્રા રેલ્વે સ્ટેશનના અધિકારી હાજર રહ્યા હતાં. 

    સમયસર મુસાફરી કરી શકે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું

    ભુજથી અમદાવાદ તરફ જતી વંદે ભારત ટ્રેન ધાંગધ્રા આવી ત્યારે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત મહાનુભાવો લીલીઝંડી આપીને ટ્રેનને આગળ જવા રવાના કરી હતી. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સારી સુવિધાઓ મળે અને સમયસર મુસાફરી કરી શકે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં વધુ વિકાસના કામ જિલ્લામાં કરવામાં આવશે. તે સાથે ટ્રેનની સુવિધાઓ તેમજ તેના સમય માટેની વાત પણ કરવામાં આવી હતી. 

    સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 કોચ છે

    ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરાઈ છે. તો સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 કોચ છે. જેમાં ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડયુલર ઈન્ટિરિયર, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, ફોન ચાર્જિંગ, એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. આ ટ્રેન અમદાવાદથી 17:30 કલાકે ઉપડશે અને તેજ દિવસે 23:10 કલાકે ભુજ પહોંચશે. આ ટ્રેન ભુજથી 5:05 વાગે ઉપડશે અને તે જ દિવસે 10.50 કલાકે અમદાવાદ પહોંચશે. બંને દિશામાં સાબરમતી, ચાંદલોડિયા, વિરમગામ, ધ્રાંગધ્રા, હળવદ, સમાખ્યાલી, ભચાઉ, ગાંધીધામ, અંજાર સ્ટેશન પર ઊભી રહેશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply