Skip to main content
Settings Settings for Dark

15માં પ્રકૃતિ આંતરરાષ્ટ્રીય ડોક્યુમેન્ટરી ફિલ્મ ફેસ્ટીવલનું 28થી 30 ઓક્ટોબર દરમિયાન આયોજન

Live TV

X
  • 3 દિવસ ચાલનારા આ ફિલ્મ મહોત્સવમાં જુદી-જુદી 4 શ્રેણિઓમાં કુલ 15 ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે. કાર્યક્રમના અંતે દરેક શ્રેણિમા પસંદગી પામેલ ફિલ્મોને ટ્રોફી, પ્રમાણપત્ર તથા રોકડ પુરસ્કાર આપવામાં આવશે. સ્ક્રીનીંગ માટે પસંદગી પામેલ દરેક ફિલ્મને સ્ક્રીનીંગ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. CEC દ્વારા યોજાતા આ મહોત્સવનો હેતુ ફિલ્મ નિર્માતાઓ તથા યુવાઓમાં પર્યાવરણ, માનવ અધિકાર, વિકાસ તથા સ્વચ્છતાને લગતા જુદા-જુદા મુદ્દાઓને ઉજાગર કરવા તથા તેને લગતા પ્રશ્નોના નિરાકરણ અને લોક જાગૃતિ માટે ફિલ્મો માધ્યમ તરીકે ચાવીરૂપ ભૂમિકા ભજવે તે રહેલો છે.

    CEC દ્વારા સૌ પ્રથમ 1997માં શરુ થયેલ રાષ્ટ્રીય કક્ષા સુધી સીમિત તેવા આ ફિલ્મ મહોત્સવની યાત્રા આજે આંતરરાષ્ટ્રીય ફલક સુધી પહોંચી છે. વાર્ષિક ધોરણે યોજાતો આ ફિલ્મ મહોત્સવ ફિલ્મ નિર્માતાઓ, વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો અને મીડિયાને એકસૂત્રમાં પરોવી ફિલ્મ નિર્માણને કલાત્મક રીતે રજુ કરી દર્શકોમાં સમાનતા, નૈતિક્તા, ઇકોલોજી અને સ્વચ્છતાના શૈક્ષણીક પાસાઓને જોડતુ એક પગલું છે. આ વાર્ષિક મહોત્સવ માટે 74 અરજીઓ આવેલ જેમાં મ્યાનમાર અને બાંગ્લાદેશ જેવા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોનો પણ સમાવેશ થયેલો છે. CEC વિવિધ સામાજિક થીમ પર ICT આધારિત પર્યાવરણ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રકૃતિ અંતરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલનું સક્રિય પણે આયોજન કરે છે, જેથી દર્શકો અને સર્જકોનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે.

    કંસોર્ટિયમ ફોર એજ્યુકેશનલ કોમ્યુનિકેશન ઐ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)નું ઇન્ટર- યુનિવર્સિટી સેન્ટર છે જે મલ્ટીમીડીયા રીસોર્સ દ્વારા ઓનલાઇન અને ઓફલાઈન માધ્યમોથી પ્રસારિત થતી શૈક્ષિણક સામગ્રી તૈયાર કરી ઉચ્ચ શિક્ષણની જરૂરિયાતોને મદદરૂપ થવાનું કાર્ય કરે છે. CECનું વિઝન દેશમાં ઉચ્ચ શિક્ષણની સુલભતા વધારવાનું છે. વિડિયો લેક્ચર્સ શૈક્ષિણક કાર્યક્રમો સ્વરૂપમાં સાઈન લેંગ્વેજ સક્ષમ કન્ટેન્ટ વિકસાવીને દિવવ્યાંગોને, ખાસ કરીને શ્રવણશક્તિ ન ધરાવતાં લોકોને સશક્ત બનાવવાની શરૂઆત કરી છે, જેથી આ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરીયાત પણ સંતોષી શકાય.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply