Skip to main content
Settings Settings for Dark

16 માર્ચ - રાષ્ટ્રીય રસીકરણ દિવસ,ગુજરાત રસીકરણમાં દેશ ભરમાં અગ્રેસર

Live TV

X
  • 16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે. આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને  મહિલાઓના જીવ બચ્યા છે. શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ  અદભૂત પરિવર્તન આણ્યું છે

    16 માર્ચેના દિવસે 'રાષ્ટ્રીય રસીકરણ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. રસીકરણ એટલે કે વેક્સિનેશન વિવિધ રોગો સામે પ્રતિ-રક્ષણ આપે છે. આ પ્રતિ-રક્ષણથી લાખો નવજાત શિશુઓ અને  મહિલાઓના જીવ બચ્યા છે. શિશુ અને માતાને રક્ષણ આપતી આ સંજીવનીએ  અદભૂત પરિવર્તન આણ્યું છે અમદાવાદના સોનલબહેન ખાનગી હોસ્પિટલમાં પોતાના નવજાત શિશુને રસી અપાવવા માટે સક્ષમ ન હતા, પરંતુ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મળતી રસીથી તેમની ચિંતા ટળી. તેમનુ કહેવુ છે કે અમારા માટે ધણુ સારુ કેમકે જો ખાનગી હોસ્પીટલમાં રસી અપાવુંતો ઘણા રૂપિયા થાય જે મારી પાસે નથી 

    સોનલબહેનની જેમ લાખો મહિલાઓને ગુજરાત સરકારે રસીકરણની વ્યવસ્થા ઘરઆંગણે પૂરી પાડી છે. 'સઘન મિશન ઇન્દ્રધનુષ, ‘ધન્વંતરી રથ’, ‘ટીકા એક્સપ્રેસ’ અને ‘મોબાઈલ મમતા દિવસ’ જેવા વિવિધ કાર્યક્રમો થકી રસીકરણની સેવાઓ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચી છે. કોવિડ-૧૯ મહામારી દરમિયાન પણ, રસીકરણ સુરક્ષાનું સૌથી મજબૂત હથિયાર સાબિત થયું હતું. ભારતના રસીકરણ અભિયાનમાં 2.2 અબજથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા, જેથી કરોડો લોકોના જીવનું રક્ષણ થયું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે દરેક ભારતવાસી આ વાત પર ગૌરવ લેશે કે આપણે દુનિયાનું સૌથી મોટુ અને સૌથી વિસ્તરીત તથા મુશ્કેલ ભૌગૌલીક પરિસ્થિતિઓ વચ્ચે સુરક્ષીત રસી કરણ અભિયાન ચલાવ્યુ

    9 થી 11 માસના બાળકો માટે રસીકરણનો દર ગુજરાતમાં 95 ટકાથી વધુ છે.ગુજરાતમાં  મિશન ઈન્દ્રધનુષ 5.0 હેઠળ 2023માં 9,95,395 બાળકો અને 2,25,960 ગર્ભવતી મહિલાઓને રસી આપવામાં આવી.ગુજરાતમાં રસીકરણ ઝુંબેશની સફળતાના કેટલાક આંકડા પર નજર કરીએ. (ગ્રાફિક્સ ઈન) BCG કવરેજ 2022-23 માં 97.85% થી વધીને 2023-24 માં 99.2% થયું. પેન્ટાવેલેન્ટ (ત્રીજો ડોઝ)નું કવરેજ 92.28% થી વધીને 95.8% થયું.ઓરી-રુબેલા રસીકરણ હવે 97.7% બાળકોને રક્ષણ આપે છેપરિવાર કલ્યાણના અધિક નિયામક ડો નયન જાનીએ કહ્યુ કે દરેક  બાળકને દરેક રસીનો દરેક ડોઝ લાગવો જોઇએ એના માટે વિભાગ મહેનત કરે છે.અમારા આયોજનમાં 99 ટકા બાળકોનું રસીકરણ થાય છે.જે બાળકો રહી જાય છે તેના માટે અમે અભિયાન ચલાવી રાજ્યના 100 ટકા બાળકોનું રસીકરણ સુનિશ્વિત કરીશુ

    અમદાવાદના બાળ રોગ નિષ્ણાંત ડો અનુયા ચૌહાણનું કહેવુ છે કે ઓરલ પોલીયો વેક્સીન,પેન્ટાવેલન્ટ વેક્સીન,રોટાવાઇરસ વેક્સીન,ઇન્જેક્ટેબલ પોલીયો વેક્સીન અને ન્યુમોકોકલ વેક્સીન પણ બાળકોને આપવામાં આવે છે. જો બાળકને આ રસી ન મળેતો ઘણી સમસ્યાઓ સર્જાઇ શકે .ગુજરાતે રસીકરણમાં દેશભરમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે. ત્યારે હવે આપણે સૌએ રસીકરણ ઝુંબેશને વેગ આપી ગુજરાતનું આ મોખરાનું સ્થાન જાળવી રાખીએ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply